Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:11 - પવિત્ર બાઇબલ C.L.

11 એ પછી ઇઝરાયલીઓ ફરી કદી મારાથી ભટકી જશે નહિ અને ફરી કદી પોતાનાં પાપો વડે પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ એમ પ્રભુ પરમેશ્વર કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેથી ઇઝરાયલ લોકો ફરીથી કદી મારાથી ભટકી ન જાય, ને ફરીથી કદી પોતાના અપરાધો વડે પોતાને ભ્રષ્ટ કરે નહિ. પણ તેઓ મારી પ્રજા થાય જે હું તેમનો ઈશ્વર થાઉં, એમ પ્રભુ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેથી ઇઝરાયલી લોકો કદી મારાથી ભટકી ન જાય અને ફરી કદી પોતાનાં ઉલ્લંઘનો વડે પોતાને અપવિત્ર કરે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એટલે પછી ઇસ્રાએલીઓ કદી મારો ત્યાગ નહિ કરે અને, પોતાની મૂર્તિઓ દ્વારા પોતાને અપવિત્ર નહિ કરે. તેઓ મારી પ્રજા થઇને રહેશે અને હું તેમનો દેવ થઇશ.’” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:11
27 Iomraidhean Croise  

હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


શિક્ષા પામ્યા પહેલાં હું ભટકી ગયો હતો, પરંતુ હવે તમારા શિક્ષણનું પાલન કરું છું.


આ લોકોના આગેવાનોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે અને એમ તેમને ભટકાવી દીધા છે.


જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.


તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.”


હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.”


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.


પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે.


સંદેશવાહક પાસેથી સલાહ શોધનાર અને તે સંદેશવાહક બન્‍નેને તેમના ગુના માટે એક્સરખી સજા વેઠવી પડશે.


પ્રભુનો સંદેશ મને મળ્યો:


તેઓ ફરી કદી પોતાની ઘૃણાસ્પદ મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરશે નહિ કે પાપથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ જે જે રીતે અને જ્યાં જ્યાં પાપ કરીને મને બેવફા બન્યા છે, તેમાંથી હું તેમને છોડાવીશ અને શુધ કરીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ.


હું ત્યાં તેમની સાથે વસવાટ કરીશ. હું તેમનો ઈશ્વર થઇશ અને તેઓ મારી પ્રજા થશે.


તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ.


બીજા લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને તમારી વચમાં એવું દુષ્ટ કાર્ય ફરી કોઈ કરશે નહિ.


એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.


હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે.


જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે.


Lean sinn:

Sanasan


Sanasan