Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:10 - પવિત્ર બાઇબલ C.L.

10 સંદેશવાહક પાસેથી સલાહ શોધનાર અને તે સંદેશવાહક બન્‍નેને તેમના ગુના માટે એક્સરખી સજા વેઠવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓને પોતાની દુષ્ટતાની શિક્ષા વેઠવી પડશે. પ્રબોધકની દુષ્ટતા જેટલી જ ગણાશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આ જૂઠા પ્રબોધક અને દુષ્ટ ઢોંગી માણસ બંને સરખા જ દોષિત છે. તેઓને પોતાના પાપોને લીધે શિક્ષા થશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:10
17 Iomraidhean Croise  

કાઈને પ્રભુને કહ્યું, “આ સજા મારે માટે અસહ્ય છે.


તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જે સંદેશવાહકોને મેં મોકલ્યા નથી છતાં મારે નામે સંદેશ પ્રગટ કરે છે અને આ દેશમાં યુદ્ધ કે દુકાળ આવશે નહિ એવું કહ્યા કરે છે તેમને જ હું યુદ્ધનો અને દુકાળનો ભોગ બનાવી દઈશ.


એ પછી ઇઝરાયલીઓ ફરી કદી મારાથી ભટકી જશે નહિ અને ફરી કદી પોતાનાં પાપો વડે પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ એમ પ્રભુ પરમેશ્વર કહે છે.”


તેથી તું તેમની સાથે વાત કરીને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કોઇ ઇઝરાયલી પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે જાય તો હું પોતે તેને તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ.


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


હું તમે બન્‍ને બહેનોને તમારી લંપટતા અને મૂર્તિપૂજાના પાપની સજા કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.”


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ.


આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.”


કારણ, દરેકે પોતાનો બોજ પોતે જ ઊંચકવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan