Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી પ્રભુ પરમેશ્વર તેમને આમ કહે છે: “તમે જૂઠી વાતો કહો છો અને જૂઠાં દર્શનો જુઓ છો, તેથી હું પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી પ્રભુ યહોવા કહે છે, “તમે વ્યર્થ વાતો બોલ્યા છો ને તમને જૂઠાં સંદર્શન થયાં છે, માટે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું તમારી વિરુદ્ધ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે પ્રભુ યહોવાહ કહે છે, કેમ કે તમને જૂઠાં સંદર્શન થયા છે તથા તમે જૂઠી વાતો બોલ્યા છો, આ તમારી વિરુદ્ધ પ્રભુ યહોવાહનું વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા મારા માલિક તેમને કહે છે, “તમે ખોટી વાણી ઉચ્ચારો છો અને જૂઠાં દર્શનની વાત કરો છો, તેથી હું તમારી વિરુદ્ધ થઇ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:8
21 Iomraidhean Croise  

પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો.


હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.


હું પ્રભુ કહું છું કે એકબીજાની પાસેથી મારા સંદેશા ચોરી લેનાર સંદેશવાહકોની હું વિરુદ્ધ છું


હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ.


ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ.


આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.


ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું. હું સમગ્ર ઇજિપ્ત દેશને ઉત્તરના મિગ્દોલ નગરથી માંડી દક્ષિણના સૈન્દ્રને નગર સુધી છેક કૂશની સરહદ સુધી ઉજ્જડ અને વેરાન કરી નાખીશ.


હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે હું તમારી વિરુદ્ધ છું. હું મારાં ઘેટાં તમારી પાસેથી પાછાં લઇ લઇશ. હું ફરી કદી તમને મારાં ઘેટાંનાં પાળકો બનાવીશ નહિ. હું ફરી કદી તમને તમારું પોતાનું જ પોષણ કરવા દઈશ નહિ. હું મારાં ઘેટાંને તમારાથી બચાવીશ અને તેમને તમારો ભક્ષ થવા દઇશ નહિ.


પ્રભુ પરમેશ્વર કહે છે કે, ઓ સેઇરના પર્વતીય પ્રદેશ, હું તારી વિરુદ્ધ છું. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ.


હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને તેને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: “હે મેશેખ અને તુબાલના મુખ્ય શાસક ગોગ, હું તારી વિરુદ્ધ છું.


તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ.


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.”


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


કારણ, ઈશ્વરની નજર તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થનાઓ સાંભળે છે; પણ તે દુષ્ટોની વિરુદ્ધ છે.


Lean sinn:

Sanasan


Sanasan