Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે ઇઝરાયલ, તમારા સંદેશવાહકો ખંડિયોરોમાં ભૂંક્તા શિયાળ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડિયેરોમાં રહેનાર લોંકડીના જેવા થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “‘હે ઇસ્રાએલીઓ, તમારા પ્રબોધકો ખંડિયેરમાં વસતાં શિયાળવા જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:4
16 Iomraidhean Croise  

નાનાં નાનાં શિયાળવાં અમારી ખીલી ઊઠેલી દ્રાક્ષવાડીને ભેલાડે તે પહેલાં તેમને પકડી લો.


કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: કંઈ પણ સંદર્શન ન થયું હોવા છતાં પોતાના મનથી ઉપજાવી કાઢેલો સંદેશ કહેનારા એ સંદેશવાહકોની કેવી દુર્દશા થશે!


પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી.


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


જોકે ભાઈઓ હોવાનો ડોળ કરતા અને સંગતમાં જોડાયેલા કેટલાક માણસો તેની સુન્‍નત કરાવવા માગતા હતા. આ લોકો જાસૂસની માફક સંગતમાં ધૂસી ગયા છે, અને આપણે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી આપણને મળેલી સ્વતંત્રતાની બાતમી મેળવવા માગે છે. તેઓ આપણને ફરીથી બંધનમાં લાવવા માગે છે.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan