Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:22 - પવિત્ર બાઇબલ C.L.

22 જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે જે નેક માણસોને મેં દિલગીર નથી કર્યા તેઓનાં મન તમે જૂઠાણાંથી દુભાવ્યાં છે; અને દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણથી ન ફરે ને તમનો બચાવ ન થાય તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે જે ન્યાયી માણસોને મેં દિલગીર કર્યા નથી તેઓનાં હૃદય તમે જૂઠાણાથી નિરાશ કર્યાં છે. દુષ્ટ માણસો પોતાનાં દુષ્ટ આચરણોથી પાછા ન ફરે અને પોતાના જીવન ન બચાવે, તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:22
23 Iomraidhean Croise  

તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.


તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.”


તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


પણ ત્યાર પછી તમે ફરી ગયા અને દરેકે રાજીખુશીથી મુક્ત કરેલા ગુલામોને પાછા બોલાવી લીધા અને બળજબરીપૂર્વક ફરીથી પોતાના ગુલામ બનાવીને મારું અપમાન કર્યું છે.”


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


ત્યારે મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને પૂરેપૂરાં છેતર્યાં છે. તમે તો કહ્યું હતું કે ‘શાંતિ થશે’, પરંતુ એને બદલે, તેમના ગળા પર તલવાર ઝઝૂમે છે.


જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.


હકીક્તમાં, કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રુઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે!


ઇઝરાયલના જે સંદેશવાહકો કંઈ સહીસલામત ન હોવા છતાં બધું સહીસલામત છે તેવી આગાહી ખાતરીપૂર્વક ઉચ્ચારતા હતા તે નષ્ટ થયા.’ આમ યરુશાલેમ વિશે આગાહી કરનાર સંદેશવાહકો એટલે સહીસલામતી ન હોવા છતાં સહીસલામતીનાં સંદર્શનો જોનારાઓ નષ્ટ થશે એવું પ્રભુ પરમેશ્વર કહે છે.”


પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે.


વળી, જો દુષ્ટ પોતાની દુષ્ટતાનો ત્યાગ કરે અને ન્યાયનીતિ તથા સચ્ચાઇથી વર્તે તો તે પોતાની જિંદગી બચાવશે.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.


Lean sinn:

Sanasan


Sanasan