Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારા લોકોમાંથી જેઓ જૂઠી વાત પર લક્ષ આપે છે તેઓની આગળ તમે જૂઠું બોલીને, જે જીવોને મરવું ઘટિત નથી તેમને સંહારવાને, ને જે જીવોને જીવવું ઘટિત નથી તેઓને બચાવી રાખવાને તમે મુઠ્ઠી મુઠ્ઠી જવ ને ટુકડો ટુકડો રોટલી લઈને, મને મારા લોકોમાં હલકો પાડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મુઠ્ઠીભર જવના દાણા માટે અને રોટલીના ટુકડા માટે તમે મારા નામ પર નિંદા લાવ્યા છો. જેઓએ મૃત્યુ પામવાને યોગ્ય કશું જ કર્યું નથી તેઓને તમે મારી નાખ્યા છે. જેઓ જીવવાને યોગ્ય નથી તેઓને તમે બચાવી લીધા છે. મારા લોકો આગળ તમે જૂઠું બોલો છો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:19
23 Iomraidhean Croise  

દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.


મારા પુત્ર, જો તું શિસ્ત પ્રમાણે વર્તવાનું તજી દઈશ, તો તું તારી પ્રાપ્ત કરેલી વિદ્યા પણ વિસરી જઈશ.


ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.


તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમે માણસોને પક્ષીઓની જેમ વશ કરવા જે તાવીજો વાપરો છો, તેની હું વિરુદ્ધ છું. હું એ તાવીજોને તમારા હાથ પરથી તોડી નાખીશ અને જેમનો તમે પક્ષીઓની જેમ શિકાર કર્યો છે તેમને હું મુક્ત કરીશ.


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં.


તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.


તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી.


તેના રાજ્યાધિકારીઓ પોતાના શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે. અપ્રામાણિક લાભ મેળવવા તેઓ હત્યા કરે છે અને લોકોના જીવનો ભોગ લે છે.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.


જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તે તમારા “જ્ઞાન” લીધે નાશ પામશે!


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


શાઉલે પૂછયું, “આપણે તેની પાસે જઇએ તો તેને આપણે શું આપી શકવાના છીએ? આપણી થેલીમાં ખોરાક ખલાસ થઈ ગયો છે અને આપણી પાસે એ ઈશ્વરભક્તને આપવાનું કંઈ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan