Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે પ્રભુ યહોવા કહે છે, “હું મારા ક્રોધમાં તેને તોફાની પવનથી પાડી નાખીશ અને મારા કોપને લીધે રેલ આવે એવું મોટું ઝાપટું પડશે, ને તેનો નાશ કરે એવા મોટા કરા [પડશે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ માટે પ્રભુ યહોવાહ કહે છે: ‘હું મારા ક્રોધમાં તોફાની પવન લાવીશ, મારા ક્રોધમાં મુશળધાર વરસાદ થશે અને કરા તેઓનો સંપૂર્ણ નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 એટલે યહોવા મારા માલિક કહે છે: “હા હું તે ભીતને તોડી પાડવા રોષે ભરાઇને વાવાઝોડું મોકલીશ, મૂશળધાર વરસાદ અને કરા મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:13
20 Iomraidhean Croise  

“શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે?


હું તેમને વિપત્તિના સમયો માટે તેમજ આક્રમણ અને યુદ્ધના દિવસ માટે સંઘરી રાખું છું!


તેમણે તેમના દેશ પર વરસાદને બદલે કરા મોકલ્યા અને તેમની ધરતી પર અગ્નિજ્વાળાઓ વરસાવી.


ઈશ્વરે આજ્ઞા આપી એટલે તોફાની પવન ફૂંક્યો. તેથી દરિયાનાં મોજાં ખૂબ ઊંચે ઊછળ્યાં.


વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


તેમણે પોતાના ક્રોધમાં ઇઝરાયલની તમામ તાક્ત ભાંગી નાખી છે. દુશ્મન ચડી આવ્યો ત્યારે તેમણે મદદ કરવાની ના પાડી દીધી. ચારેકોર ફરી વળતા ભડભડતા અગ્નિની જેમ પોતાના કોપાગ્નિમાં તેમણે સઘળાંનો નાશ કર્યો છે.


દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે.


મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું.


ભીંત તૂટી પડશે અને સૌ કોઈ તમને પૂછશે, ‘તમે કરેલા ચૂનાના લપેડા ક્યાં ગયા?”


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું.


તમારી ઊપજનો નાશ કરવા મેં લૂ તથા કરા મોકલ્યા હતા. છતાં તમે મારી તરફ પાછા ફર્યા નહિ.


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


Lean sinn:

Sanasan


Sanasan