Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમનાં દેખતાં જ તારે તે સામાન ખભે ઊંચકીને રાતના અંધારામાં બહાર લઇ જવો. તારું મુખ ઢાંકી દેજે; જેથી તું દેશ જોઇ શકે નહિ, કારણ, મેં તને ઇઝરાયલીઓ માટે સંકેત તરીકે ઠરાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમનાં દેખતાં તારે તે પોતાને ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલ લોકને માટે નિશાની તરીકે ઠરાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓનાં દેખતાં તું તારો સામાન ખભે ચઢાવ અને અંધારામાં ચાલી નીકળજે. તારું મોઢું ઢાંકી દેજે અને આજુબાજુ જોઇશ નહિ. આ બધું ઇસ્રાએલીઓને ચેતવણીરૂપ થઇ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:6
12 Iomraidhean Croise  

દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું.


કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.”


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


પણ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તેને મારા પાશમાં સપડાવીશ. હું તેને ખાલદી લોકોના દેશના બેબિલોન નગરમાં લાવીશ; જ્યાં તે નગર જોયા વિના જ મૃત્યુ પામશે.


તેમના દેખતાં જ તું દીવાલમાં બાકોરું પાડ અને તેમાં થઇને તારો સામાન બહાર લઇ જા.


ત્યારે હઝકિયેલ તમારે માટે સંકેતરૂપ બનશે. જે સર્વ તેણે કર્યું છે, તે તમે કરશો. જ્યારે એ બધું બનશે ત્યારે તમે જાણશો કે એ કરનાર હું પ્રભુ પરમેશ્વર છું.”


પછી તું લોખંડનો તવો લઈને તારી અને શહેરની વચ્ચે તેને લોખંડની દીવાલ તરીકે મૂક. તારું મોં શહેર તરફ રાખ; હવે જાણે કે શહેર ઘેરા નીચે છે અને તું ઘેરો ઘાલનાર છે. ઇઝરાયલીઓ માટે આ એક સંકેત છે.


તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ.


તેથી શાઉલે વેશપલટો કર્યો. જુદા પ્રકારનાં વસ્ત્રો પહેર્યાં અને પોતાના બે માણસો સાથે પેલી સ્ત્રીને રાત્રે છૂપી રીતે મળવા ગયો. શાઉલે તેને કહ્યું, “મૃતાત્માનો સંપર્ક સાધીને મને ભવિષ્ય જણાવ. હું તને કહું તે માણસના આત્માને બોલાવ.”


Lean sinn:

Sanasan


Sanasan