Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:19 - પવિત્ર બાઇબલ C.L.

19 આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 આ દેશના લોકોને કહે કે, યરુશાલેમના રહેવાસીઓ વિષે તથા ઇઝરાયલ દેશ વિષે પ્રભુ યહોવા કહે છે, કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજજડ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:19
24 Iomraidhean Croise  

પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


આખો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે અને આ લોકો સિત્તેર વર્ષ સુધી બેબિલોનના રાજાની ગુલામી કરશે.


તેથી હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો, હું આ નગરને ખાલદીઓના તથા બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને હવાલે કરીશ અને તેઓ તેને જીતી લેશે;


પ્રભુ આ પ્રમાણે કહે છે: “લોકો કહે છે કે આ સ્થાન તો ઉજ્જડ છે તેમાં કોઈ જનજનાવર વસતું નથી. એટલે કે, યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓ ઉજ્જડ છે અને માણસો કે પ્રાણીઓ ત્યાં વસતાં નથી.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે.


અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ.


તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી.


એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે.


હું તેમના પર મારો વિનાશકારી હાથ ઉગામીશ અને દક્ષિણના રણપ્રદેશથી માંડીને ઉત્તરના રિબ્લા નગર સુધીના તેમના વસવાટના સમગ્ર પ્રદેશને હું વેરાન બનાવી દઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


“સાંકળો તૈયાર કરાવ, કારણ, આખા દેશમાં ખૂનરેજી અને નગરોમાં હિંસા વ્યાપ્યાં છે. બધે જ અંધાધૂંધી છે.


પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?


Lean sinn:

Sanasan


Sanasan