Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “હે મનુષ્યપુત્ર, તારે ધ્રૂજતાં ધ્રૂજતાં ખોરાક ખાવો અને પાણી પીતાં પીતાં ભયથી કાંપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “હે મનુષ્યપુત્ર, તું ધ્રૂજતો ધ્રૂજતો તારી રોટલી ખા, ને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 “હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “હે મનુષ્યના પુત્ર, તારે જમતી વખતે ધ્રુજવું અને જળપાન કરતી વખતે ભય અને ચિંતાથી થરથરવું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:18
14 Iomraidhean Croise  

મારા નિસાસા એ જ મારો ખોરાક બન્યા છે, અને મારા ઊંહકારા પાણીની પેઠે રેડાય છે.


તમે અમને દુ:ખનો ખોરાક ખવડાવ્યો છે, પીવા માટે પણ અમારાં આંસુઓનો મોટો પ્યાલો ભરી આપ્યો છે.


ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે.


વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો.


તારી બહેન સમરૂનનો પ્યાલો તો આતંક અને વિનાશનો પ્યાલો છે. એ તને નશામાં ડૂબાડશે અને તને દુ:ખી બનાવશે.


તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે.


માત્ર મેં જ દર્શન જોયું. મારી સાથેના માણસોએ તો દર્શન જોયું નહિ, પણ તેઓ ગભરાઈ ગયા અને દોડીને સંતાઈ ગયા.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


“તમારામાંથી દેશનિકાલ થયેલાઓને હું એવા ભયભીત કરીશ કે પવનથી પાંદડું હાલવાના અવાજથી જ તેઓ નાસવા લાગશે. યુદ્ધમાં જાણે કોઈ પાછળ પડયું હોય એ રીતે તેઓ નાસશે અને દુશ્મન નજીક ન હોવા છતાં તેઓ ઢળી પડશે.


તેથી પ્રભુ જે શત્રુઓને તમારી વિરૂધ મોકલશે તેમની તમે સેવા કરશો. તમે ભૂખ્યા, તરસ્યા, નગ્ન અને સંપૂર્ણ કંગાલિયત દશામાં તેમની વેઠ કરશો. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી તે તમારી ખાંધ પર લોખંડની ઝૂંસરી મૂકશે.


એ દેશોમાં તમને કંઈ નિરાંત મળશે નહિ, તમારે અહીંતહીં રઝળવું પડશે. ત્યાં પ્રભુ તમને ધ્રૂજતું હૃદય, ધૂંધળી આંખો અને ઝૂરતું મન આપશે.


Lean sinn:

Sanasan


Sanasan