Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હું તેના રાજદરબારીઓ, તેના સહાયકો અને તેના સર્વ સૈન્યને ચારે દિશામાં વિખેરી નાખીશ અને ખુલ્લી તલવારે તેમનો પીછો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેની આસપાસના તેના સર્વ મદદગારોને તથા તેની સર્વ પલટણોને હું ચારે દિશાએ વિખેરી નાખીશ; અને હું તેમની પાછળ તરવાર તાણીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હું તેના બધા દરબારીઓને, અંગરક્ષકોને અને સમગ્ર સેનાને ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને હું ઉઘાડી તરવારે તેમનો પીછો પકડીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:14
10 Iomraidhean Croise  

“જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો.


તેથી આટલું તો યાદ રાખજો. તમે જ્યાં જઈને વસવાટ કરવા ચાહો છો, ત્યાં તમે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યા જશો.”


તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું,


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


એના સૈન્યના શ્રેષ્ઠ યોદ્ધાઓ લડાઇમાં માર્યા જશે અને બચી ગયેલાઓ ચારે દિશામાં વિખેરાઇ જશે, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ એ બોલ્યો છું.”


ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે શહેરના મધ્ય ભાગમાં વાળનો ત્રીજો ભાગ અગ્નિમાં બાળી નાખ. પછી અન્ય ત્રીજો ભાગ લઈ શહેરની આસપાસ ફરતાં ફરતાં તેના તલવારથી ટુકડેટુકડા કરી નાખ, બાકીના ત્રીજા ભાગને તું હવામાં ઉડાવી દે, એટલે હું તેમની પાછળ ઉઘાડી તલવાર લાગુ કરી દઈશ.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan