Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તું તેમને કહે કે મેં હઝકિયેલે, જે અભિનય કર્યો તે તમારે માટે ભવિષ્યમાં શું બનવાનું છે તેનો સંકેત છે. તમારે દેશનિકાલ થઇ જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તું કહે કે, હું તમારે માટે નિશાની છું; જેમ મેં કર્યું છે તેમજ તેમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં, બંદીવાસમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તું તેઓને સમજાવ; ‘હું હઝકિયેલ તમારે માટે નિશાનીરૂપ છું. મેં જે કર્યું છે તે કરવાનો તમારો વારો આવશે, તમારે દેશવટે નીકળવું પડશે અને કેદ ભોગવવી પડશે.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:11
11 Iomraidhean Croise  

લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.


સિદકિયાના દેખતાં તેના પુત્રોને મારી નાખવામાં આવ્યા; પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળે બાંધીને બેબિલોન લઈ ગયો.


હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો!


જો તેઓ એમ પૂછે કે ‘અમારે ક્યાં જવાનું છે?’ તો તેમને કહેજે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેઓ રોગચાળાથી મરવાના છે તેઓ રોગચાળા તરફ જશે, જેઓ યુદ્ધમાં મરવાના છે તેઓ યુદ્ધ તરફ જશે, જેઓ દુકાળમાં મરવાના છે તેઓ દુકાળ તરફ જશે, અને જેઓ દેશનિકાલ માટે નિર્માણ થયા છે તેઓ દેશનિકાલ થશે.


અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને, બેબિલોન રાજાના શરણે ગયેલા લોકોને અને બાકી રહેલા કુશળ કારીગરોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.


તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે.


તેમનાં દેખતાં જ તારે તે સામાન ખભે ઊંચકીને રાતના અંધારામાં બહાર લઇ જવો. તારું મુખ ઢાંકી દેજે; જેથી તું દેશ જોઇ શકે નહિ, કારણ, મેં તને ઇઝરાયલીઓ માટે સંકેત તરીકે ઠરાવ્યો છે.”


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું એક ઇંટ લઈને તારી આગળ મૂક અને તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.


પછી તું લોખંડનો તવો લઈને તારી અને શહેરની વચ્ચે તેને લોખંડની દીવાલ તરીકે મૂક. તારું મોં શહેર તરફ રાખ; હવે જાણે કે શહેર ઘેરા નીચે છે અને તું ઘેરો ઘાલનાર છે. ઇઝરાયલીઓ માટે આ એક સંકેત છે.


તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan