Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “હું તમને શહેરમાંથી હાંકી કાઢીશ અને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઇશ. વળી, હું તમને આકરી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમાંથી તમને બહાર કાઢીને હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, ને ન્યાય કરીને તમને શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 “હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “અને હું તમને યરૂશાલેમમાંથી દૂર લઇ જઇને વિદેશીઓને સોંપી દઇશ. અને આ રીતે હું મારો ન્યાય કરીશ અને તમને સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:9
22 Iomraidhean Croise  

ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા.


અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.


જ્યારે ફિનહાસે ઊભા થઈને અપરાધીઓને શિક્ષા કરી ત્યારે ઈશ્વરે મરકી અટકાવી દીધી.


તેથી ઈશ્વરે વિધર્મી પ્રજાઓને તેમના પર વિજય પામવા દીધો અને તેમના વૈરીઓએ તેમના પર શાસન કર્યું.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો:


બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા.


“તેથી હું પ્રભુ પરમેશ્વર કહું છું કે આ નગર ખરેખર કઢાઇ છે અને તમે જે લોકોની હત્યા કરી છે તેઓ માંસ છે; પણ તમને તો હું નગરની બહાર હાંકી કાઢીશ.


હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.


ઇજિપ્તને હું આ રીતે શિક્ષા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ.


“વળી, તે માનવપુત્ર હોવાથી તેમણે તેને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે.


તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.


“જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો.


અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan