Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી પ્રભુનો આત્મા મારા પર ઊતરી આવ્યો અને તેમણે મને આ પ્રમાણે કહેવાનું કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, તમે એવું બોલો તો છો પણ તમારા મનમાં શા વિચારો ચાલે છે એ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી યહોવાનો આત્મા મારા પર ઊતરી આવ્યો, ને તેણે મને કહ્યું, “બોલ, યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, તમે એ પ્રમાણે કહ્યું છે; કેમ કે તમારા મનમાં જે જે વિચારો આવે છે તે હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; “બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું, “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:5
33 Iomraidhean Croise  

તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.”


કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


તે મારી સાથે બોલ્યા કે ઈશ્વરના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી:


તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.


તમે તમારા મનથી અન્ય પ્રજાઓ, કુળો અને દેશોની જેમ લાકડાંની અને પથ્થરની પૂજા કરવાનું નક્કી કર્યું છે, પણ તમારો એ ઇરાદો ફળીભૂત થશે નહિ.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.


પછી દેશનિકાલ થયેલા તારા લોકો, એટલે તારા દેશબાંધવો પાસે જા અને કહે કે, ‘આ પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.’ પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.’


પણ પ્રભુના આત્માએ મારામાં પ્રવેશ કરી મને મારા પગ પર ખડો કર્યો અને મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારે ઘેર જા અને બારણાં બંધ કરીને અંદર ભરાઈ જા.


પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે.


છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદિયાના આગેવાનો મારી સામે બેઠા હતા ત્યારે પ્રભુ પરમેશ્વરના પરાક્રમી પ્રભાવે કબજો મારો લીધો.


ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા, અને તેથી તેમને કહ્યું, “તમે એવા વિચાર કેમ કરો છો?


ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.


પિતર હજુ બોલતો હતો એવામાં સંદેશો સાંભળનાર બધા ઉપર પવિત્ર આત્મા ઊતર્યો.


મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો.


એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ.


Lean sinn:

Sanasan


Sanasan