Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ કહે છે, ‘હાલ તો કંઈ મકાનો બાંધવાનો સમય નથી. આ નગર તો કઢાઇ છે, અને આપણે માંસ છીએ. પણ એ આપણને સુરક્ષિત રાખે છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ કહે છે કે, ‘હમણા ઘરો બાંધવાનો વખત નથી. આ નગર તો કઢાઈ છે, ને આપણે માંસ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ કહે છે કે, ‘હમણાં ઘરો બાંધવાનો સમય નથી, આ નગર કઢાઈ છે, આપણે માંસ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:3
11 Iomraidhean Croise  

એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.


તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોમાં આ કહેવત ચાલે છે: ‘સમય તો વીતી જાય છે અને એકેય સંદર્શન સાચું પડતું નથી!”


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ કહે છે કે, ‘જે સંદર્શન તેં જોયું છે અને તેનો જે સંદેશ તું પ્રગટ કરે છે તે તો ઘણા દૂરના ભાવિને માટે છે.’


ઓ દેશના નિવાસીઓ, તમારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, પર્વતો પરનાં પૂજાસ્થાનોમાં હર્ષનાદનો નહિ, પણ ધાંધલધમાલનો એ દિવસ નજદીક છે.


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો.


“તેના આગમનના વચનનું શું થયું? અમારા પૂર્વજો ય મરી ગયા તો પણ દુનિયાના સરજન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે.”


Lean sinn:

Sanasan


Sanasan