Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુનું ગૌરવ યરુશાલેમ નગરમાંથી ઊપડીને પૂર્વ બાજુએ આવેલાં પર્વત પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઊપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:23
11 Iomraidhean Croise  

એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું.


ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો.


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


પ્રભુના ગૌરવે પૂર્વમુખી દરવાજામાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો.


અને ત્યાં મને કબાર નદીના કિનારાના પ્રદેશમાં જેવું દર્શન થયું હતું તેવું ઇઝરાયલના ઈશ્વરના ગૌરવનું દર્શન થયું.


પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.”


ત્યાર પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કરુબો ઉપરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પાસે ગયું. પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું,


તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે.


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan