Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:19 - પવિત્ર બાઇબલ C.L.

19 હું તેમને એકનિષ્ઠ હૃદય અને નવો આત્મા આપીશ. હું તેમના દેહમાંથી પાષાણ જેવું જક્કી હૃદય દૂર કરીશ અને તેમને માંસનું એટલે આધીન હૃદય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માર્ગે ચાલશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:19
26 Iomraidhean Croise  

પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો, અને મારા આત્માને તાજો અને દઢ કરો.


હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે.


હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.”


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો?


હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે.


“ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.


અને તેમનાં હૃદયો ખડક જેવાં કઠણ કર્યાં. પ્રાચીન સંદેશવાહકો દ્વારા અપાયેલ મારા શિક્ષણ પર તેમણે લક્ષ ન આપ્યું તેથી હું તેમના પર ખૂબ રોષે ભરાયો.


તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.


આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો?


ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો.


આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે.


તમારી મનોવૃત્તિઓમાં નવા બનો,


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


Lean sinn:

Sanasan


Sanasan