Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ માટે [તેઓને] કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જો કે મેં તેઓને દૂરના વિદેશીઓમાં કાઢી મૂક્યા છે, ને જો કે મેં તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:16
22 Iomraidhean Croise  

તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો.


ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.


હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.


હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ.


યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો.


તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું.


બેબિલોનનાં જે નગરોમાં તમે દેશનિકાલ કરાયા છો ત્યાં તેમના કલ્યાણ માટે ખંતથી પ્રયત્ન કરો અને તેમને માટે મને પ્રભુને પ્રાર્થના કરો, કારણ, તેમના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે.


કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.”


પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ.


તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ.


આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ.


તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય.


પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો.


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


Lean sinn:

Sanasan


Sanasan