Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હું સંદેશ પ્રગટ કરી રહ્યો હતો તે જ વખતે બનાયાનો પુત્ર પલાટયા મરણ પામ્યો. મેં ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, “અરેરે, પ્રભુ પરમેશ્વર શું તમે ઇઝરાયલના બચી ગયેલાઓનો પૂરેપૂરો વિનાશ કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું ભવિષ્ય કહેતો હતો એટલામાં બનાયાનો દીકરો પલાટ્યા મરણ પામ્યો. ત્યારે હું ઊંધો પડ્યો, ને મેં મોટે સ્વરે બૂમ પાડીને કહ્યું, “અરેરે પ્રભુ યહોવા! શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:13
22 Iomraidhean Croise  

એ ઈશ્વરભક્તને બેથેલની વેદીને શાપ દેતો સાંભળીને યરોબામ રાજાએ વેદી ઉપરથી હાથ લંબાવીને હુકમ કર્યો, “એને પકડો!” તરત જ રાજાના હાથને લકવો થઈ ગયો; જેથી તે તેને પાછો ખેંચી શક્યો નહિ.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


તેથી કશી ચેતવણી આપ્યા વિના આપત્તિ તેમના પર ત્રાટકશે, અને કોઈ ઉપાય વિના તેમનો અચાનક વિનાશ થશે.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.


પ્રભુનો સંદેશ મને મળ્યો,


તેમ છતાં મેં તેમના પ્રત્યે દયા દર્શાવીને તેમનો નાશ ન કર્યો. એટલે રણપ્રદેશમાં જ તેમનો પૂરેપૂરો સંહાર ન કર્યો.


તેથી મને આદેશ મળ્યો હતો તે મુજબ હું સંદેશ પ્રગટ કરવા લાગ્યો. હું બોલતો હતો તેવામાં જ એક ગડગડાટનો અવાજ સંભળાયો અને એક હાડકું તેને લગતાં હાડકા સાથે એમ બધાં હાડકાં એકબીજા સાથે જોડાઇ ગયાં.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


તેઓ ક્તલ કરતા હતા ત્યારે હું ત્યાં એકલો હતો. મેં ભૂમિ પર શિર ટેકવીને પોકારીને કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, શું તમે યરુશાલેમ ઉપર કોપ વરસાવીને બાકી રહેલા સર્વ ઇઝરાયલીઓનો પણ નાશ કરી નાખશો?”


એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે.


દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”


ત્યારે મેં પ્રભુને આજીજી કરી, “હે પ્રભુ પરમેશ્વર, હવે બસ કરો. કારણ, તમારા લોક જૂજ અને નબળા છે; તેઓ શી રીતે નભી શકે?”


પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો.


તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી.


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan