Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કરુબોની પાંખોનો અવાજ બહારના આંગળા સુધી સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:5
19 Iomraidhean Croise  

મોટા ચોક સહિતનાં આ બધાં મકાનો પાયાથી છેક છત સુધી મૂલ્યવાન પથ્થરોથી બનાવેલાં હતાં. પથ્થરો માપ પ્રમાણે કાપીને ખાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની બહારની અને અંદરની બાજુઓ કરવતથી સપાટ બનાવેલી હતી.


તેણે યજ્ઞકારો માટે અંદરનો ચોક અને બહાર પણ એક ચોક બનાવ્યા. ચોકની વચ્ચેના દરવાજાનાં કમાડ તાંબાથી મઢેલાં હતાં.


શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે?


તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે.


વાદળોએ વરસાદ વરસાવ્યો; આકાશોએ ગર્જના કરી; ચારે દિશાઓમાં વીજળી ચમકી ઊઠી.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


રણશિંગડાનો અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો. ત્યારે મોશે બોલ્યો અને પ્રભુએ તેને ગર્જના દ્વારા ઉત્તર આપ્યો.


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.


જ્યારે પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલા માણસને કરુબો નીચેનાં ફરતાં પૈડાં વચ્ચેથી અંગારા લેવાનું ફરમાવ્યું ત્યારે તે અંદર ગયો અને એક પૈડા પાસે ઊભો રહ્યો.


તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.


પછી તે મને બહારના ચોકમાં લઈ ગયો. ત્યાં તેણે ચારે ખૂણામાં આવેલા નાના ચોક બતાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan