Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “ફર્યા કરતાં પૈડાની વચમાં, એટલે કરુબ નીચે, પેસ, ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે, ને તેને નગર પર નાખ.” અને મારા દેખતાં તે અંદર પ્રવેશ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.” અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:2
19 Iomraidhean Croise  

તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં.


તેમના પર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં ફેંકાઓ, અને ઊંડા ખાડામાં પડયા પછી કદી બહાર ન નીકળો.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


એ જીવંત પ્રાણીઓની વચ્ચે ધગધગતા અંગારા કે ભભૂક્તી મશાલ જેવું કશુંક દેખાતું હતું. અગ્નિ ઝબૂક્તો હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.


જ્યારે કરુબો ચાલતાં ત્યારે તેમની પડખે આવેલાં પૈડાં પણ સાથે ચાલતાં, અને કરુબો જમીન પરથી ઊડવા પોતાની પાંખો પ્રસારતા ત્યારે પૈડાં તેમની પડખેથી ખસી જતાં નહિ.


પછી કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલ લેખનસામગ્રીવાળા અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલાં માણસે પાછા આવીને પ્રભુને જણાવ્યું, “મેં આપની આજ્ઞાનો અમલ કર્યો છે.”


હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું.


પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan