Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી યહોવાનું ગૌરવ મંદિરના ઊમરા પરથી જઈને કરુબો પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:18
18 Iomraidhean Croise  

પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.


ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


તેમણે અંધકારનું આવરણ ઓઢયું હતું. મેઘજળ ભર્યાં ઘનઘોર વાદળના ચંદરવાથી પોતાને ઢાંક્યા હતા.


પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો.


હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


મેં તારી સાથે એક સંરક્ષક કરુબ દૂત પણ રાખ્યો હતો. તું મારા પવિત્ર પર્વત પર નિવાસ કરતો હતો અને ઝળહળતાં રત્નો વચ્ચે ફરતો હતો.


પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી.


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.”


અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”


એ સવારે તેના પતિએ પોતાને રસ્તે જવા બારણું ખોલ્યું તો બારણું ખોલાવવા માટે લંબાવેલા હાથ સાથે તેની પત્ની ઘરની સામે પડી હતી.


Lean sinn:

Sanasan


Sanasan