Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી મેં જોયું, તો જુઓ, કરુબોના માથા પર જે ઘૂમટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું, ને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:1
27 Iomraidhean Croise  

પ્રભુએ વિચાર્યું, “હું જે કરવાનો છું તે શું હું અબ્રાહામથી છૂપું રાખું?


તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.


પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.


અબ્રાહામે કહ્યું, “હજી હું પ્રભુ સમક્ષ બોલવાની હિંમત કરું છું. જો વીસ જ સદાચારી મળે તો?” પ્રભુએ જવાબ આપ્યો, “વીસને લીધે પણ હું તેનો નાશ કરીશ નહિ.”


પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.


આમ, યાકોબ એકલો પાછળ રહી ગયો અને સૂર્યોદય થયો ત્યાં સુધી એક પુરુષે તેની સાથે કુસ્તી કરી.


યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી.


ઘણા દિવસ પછી પ્રભુએ મને યુફ્રેટિસ નદીએ જઈને ત્યાં સંતાડેલું કમરે બાંધવાનું વસ્ત્ર પાછું લઈ આવવા કહ્યું.


ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો. “પ્રભુ આ પ્રમાણે કહે છે. આ જ પ્રમાણે હું યહૂદિયાનો અહંકાર અને યરુશાલેમનો અતિશય ગર્વ ઉતારી પાડીશ.


ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.


જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી.


પછી કરુબોએ પોતાની પાંખો પ્રસારી. પૈડાં પણ તેમની સાથે ઊંચે ગયાં અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ તેમની ઉપર બિરાજેલું હતું.


પછી કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલ લેખનસામગ્રીવાળા અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલાં માણસે પાછા આવીને પ્રભુને જણાવ્યું, “મેં આપની આજ્ઞાનો અમલ કર્યો છે.”


મારી ફરિયાદનો મને શો જવાબ મળે છે અને પ્રભુ મને શું કહે છે તે જાણવા હું મારી ચોકી પર ઊભો રહીશ. હા, મારા ચોકીના બુરજ પર ચઢીને તેની રાહ જોઈશ.


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.


જે સામર્થ્યથી ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા અને સ્વર્ગીય ક્ષેત્રમાં પોતાની જમણી તરફ બિરાજમાન કર્યા છે, તે જ સામર્થ્ય આપણામાં પણ કાર્ય કરે છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.


તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.


તેમની મયે મેં માનવપુત્ર જેવા એકને જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધ્યો હતો. તેમના માથાના વાળ ઊન જેવા અને બરફ જેવા સફેદ હતા


Lean sinn:

Sanasan


Sanasan