Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓ ગતિમાં હોય ત્યારે તેમની પાંખોનો અવાજ મોટી રેલના અવાજ જેવો, સર્વશક્તિમાનના સાદ જેવો, સૈન્યના અવાજ જેવો કોલાહલનો અવાજ મને સંભળાતો. તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વશક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:24
12 Iomraidhean Croise  

પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


તેમનો ગરજતો અવાજ સાંભળો; તેમના મુખમાંથી નીકળતો ગડગડાટ સાંભળો.


પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરની ત્રાડ સંભળાઈ.


તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે.


કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.


વળી, મેં પેલા જીવંત પ્રાણીઓની પાંખો એકબીજાની સાથે અથડાવાનો અને તેમની પાસેનાં પૈડાંઓનો અવાજ સાંભળ્યો. એ તો મોટા ધરતીકંપના ગડગડાટ જેવો અવાજ હતો.


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો.


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan