Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ પૈડાંનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો, અને એ ચારે એક જ ઘાટનાં હતાં; એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:16
11 Iomraidhean Croise  

તેનાં પૈડાં રથનાં પૈડાં જેવા હતાં. તેમની ધરીઓ, વાટો, આરાઓ અને નાભિ ચક્કરો તાંબાના હતાં.


ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.


તમારી ન્યાયશીલતા ઊંચા પર્વતોના જેવી મહાન છે અને તમારા ન્યાયચુકાદા અગાધ ઊંડાણ જેવા ગહન છે. હે પ્રભુ, તમે મનુષ્યો અને પશુઓની સંભાળ લો છો.


હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે.


અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા.


તેના હાથ સુડોળ છે અને તે હાથે રત્નજડિત સોનાની વીંટીઓ પહેરે છે. તેનું શરીર નીલમથી મઢેલા હાથીદાંત જેવું લીસું છે.


તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો.


હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે.


Lean sinn:

Sanasan


Sanasan