Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓનાં મુખની સિકલ આ પ્રમાણે હતી:દરેક [નાં ચાર મુખમાં] નું એક મુખ માણસનું હતું; અને ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું; અને એ ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું; એ ચારેને વળી ગરૂડનું મુખ પણ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:10
20 Iomraidhean Croise  

દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા.


શું તારી આજ્ઞાથી ગરૂડ ઊંચે ચડે છે, અને ઊંચાણોમાં પોતાનો માળો બાંધે છે?


ખેતી કરવા બળદો ન હોય ત્યાં કોઠારો ખાલી હોય છે, પણ મજબૂત બળદોના ઉપયોગથી મબલક પાક પાકે છે.


પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ.


હે બંડખોરો, આટલું યાદ રાખો, તેને મનમાં ઠસાવો અને તે પર તમારું ચિત્ત પરોવો.


પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી.


પ્રત્યેક કરુબને ચાર મુખ હતાં. પહેલું મુખ કરુબનું, બીજું માણસનું, ત્રીજું સિંહનું, ને ચોથું ગરુડનું હતું.


એક બાજુની ખજૂરી તરફ માણસનું મુખ હતું અને બાજુની ખજૂરી તરફ સિંહનું મુખ હતું. મંદિરની સમગ્ર દીવાલ પર એ પ્રમાણેની કોતરણી હતી.


પહેલું પ્રાણી સિંહના જેવું હતું, પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. એ પ્રાણીને ઊંચકીને તેને માણસની માફક ઊભું રાખવામાં આવ્યું. તે પછી તેને માનવી મન આપવામાં આવ્યું.


“દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા રૂબેન શદેઉરનોપુત્ર એલિસૂર 46,500 શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ 59,300 ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ 45,650 કુલ: 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે.


“પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા એફ્રાઈમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા 40,500 મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ 32,200 બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન 35,400 કુલ: 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે.


“ઉત્તર બાજુએ દાનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર 62,700 આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ 41,500 નાફતાલી એનાનનો પુત્ર અહીરા 53,400 કુલ: 157,600 દાનના સૈન્યે કૂચ કરતી વખતે વજ સાથે છેલ્લે નીકળવાનું છે.”


“પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


પહેલું પ્રાણી સિંહ જેવું દેખાતું હતું; બીજું વાછરડા જેવું દેખાતું હતું; ત્રીજાને મનુષ્યના જેવો ચહેરો હતો; અને ચોથું ઊડતા ગરુડ જેવું હતું.


ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


તેથી સાતમે દિવસે સૂર્યાસ્ત પહેલાં નગરનાં માણસોએ તેને કહ્યું, “મીઠું શું છે મધ કરતાં? બળિયું શું છે સિંહ કરતાં?” શિમશોને જવાબ આપ્યો, “તમે મારી ગાયથી ખેડયું ન હોત, તો તમને તેના ઉકેલની ખબર પડી ન હોત.”


Lean sinn:

Sanasan


Sanasan