Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:1
39 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”


બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા.


તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.


તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે;


બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો.


ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું.


દેખાવમાં તે ચારે પૈડાંનો ઘાટ એક્સરખો હતો અને એક પૈડું બીજામાં ક્ટખૂણે ગોઠવાયું હોય તેવું લાગતું હતું.


કરુબો ઊડીને ઊંચે ચઢયા. આ જ પ્રાણીઓને મેં કબાર નદીને કાંઠે જોયાં હતાં.


જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી.


તેમના મુખોનો ઘાટ તો દેખાવમાં નદી પાસે મેં જે મુખો જોયાં હતાં તેના જેવો જ હતો. પ્રત્યેક પ્રાણી સીધેસીધું આગળ ચાલતું હતું.


પછી સંદર્શનમાં ઈશ્વરનો આત્મા મને ઊંચકીને બેબિલોનમાં દેશનિકાલ થયેલા પાસે લઇ ગયો. પછી ત્યાં એ સંદર્શન મારી પાસેથી લોપ થઇ ગયું.


હું તેલઅવીવમાં કબાર નદીને કાંઠે વસતા દેશનિકાલ થયેલાઓ પાસે આવ્યો. હું તેમની સાથે સાત દિવસ સુધી સ્તબ્ધ બની બેસી રહ્યો.


તેથી હું ઊઠયો અને ખીણપ્રદેશમાં ગયો અને ત્યાં મને કબાર નદીએ થયું હતું તેવું પ્રભુના ગૌરવનું દર્શન થયું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યાં.


અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો.


યરુશાલેમનો વિનાશ કરવા ઈશ્વર આવ્યા હતા ત્યારે જે દર્શન મને થયું હતું તેવું એ દર્શન હતું. તેવું જ દર્શન મેં કબાર નદીને કાંઠે પણ નિહાળ્યું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


“હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે.


આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે.


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.


આથી યોહાન સંમત થયો. તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું કે ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા. ત્યાં તેમની સમક્ષ આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો અને પોતાના પર સ્થિર થતો જોયો.


ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો.


બધા લોકોનું બાપ્તિસ્મા કર્યા પછી ઈસુનું પણ બાપ્તિસ્મા કરવામાં આવ્યું. તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશ ખુલ્લું થયું.


ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા. લોકોની માન્યતા પ્રમાણે ઈસુ યોસેફના પુત્ર છે. ઈસુની વંશાવળી આ પ્રમાણે છે: ઈસુ, યોસેફ, હેલી,


તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.”


તેણે આકાશ ખુલ્લું થયેલું અને ચાર છેડાથી લટકાવેલી ચાદર જેવું પૃથ્વી પર ઊતરતું કંઈક જોયું.


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


તેણે કહ્યું, “જુઓ, હું આકાશ ખુલ્લું થયેલું અને માનવપુત્રને ઈશ્વરની જમણી તરફ ઊભેલા જોઉં છું.”


જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan