Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ફેરોએ માણસ મોકલીને તપાસ કરાવી તો ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એકપણ મર્યું નહોતું. છતાં ફેરોનું હૃદય હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ફારુને પોતાના માંણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇસ્રાએલના લોકોનું એકે ઢોર મર્યુ છે કે નહિ. તેને જણાવવામાં આવ્યુ કે ઇસ્રાએલીઓનું કોઈ પણ ઢોર મર્યુ નથી. ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો, તેણે લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:7
11 Iomraidhean Croise  

એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?


હું જાણું છું કે મારું બાહુબળ બતાવ્યા વિના ઇજિપ્તનો રાજા તમને જવા નહિ દે.


પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોનું હૃદય હઠીલું થયું છે અને તે લોકોને જવા દેવાની ના પાડે છે.


છતાં આ વખતે પણ ફેરોએ પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “તમે ભઠ્ઠીમાંથી મૂઠીઓ ભરીને રાખ લો અને મોશે તેને ફેરોના દેખતાં આકાશ તરફ ઉડાડે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે.


પણ તે ગર્વિષ્ઠ, જિદ્દી અને ક્રૂર બન્યા એટલે તેમને રાજગાદી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સન્માનનીય સ્થાન ગુમાવ્યું.


આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan