Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:32 - પવિત્ર બાઇબલ C.L.

32 પણ ઘઉં અને કઠોળનો પાક થવાને વાર હોવાથી તેમને કંઈ નુક્સાન થયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયાં નહિ; કેમ કે તેઓ મોટાં થયાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 પરંતુ ઘઉ અને કઠોળ મોડાં થાય છે એટલે તે ખૂંદાઈ ગયાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:32
8 Iomraidhean Croise  

દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તીડ લાવ; જેથી તેઓ ઇજિપ્ત પર ચડી આવીને કરાથી બચી ગયેલી બધી વનસ્પતિ ખાઈ જાય.”


ત્યારે મોશેએ પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો એટલે ત્રણ દિવસ સુધી સમગ્ર ઇજિપ્ત પર ઘોર અંધકાર વ્યાપી ગયો.


તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે.


કરાથી અળસી તથા જવ નાશ પામ્યાં, કારણ, જવને ડૂંડાં થયાં હતાં અને અળસીને કળીઓ ફૂટી હતી.


તેથી મોશેએ ફેરો પાસેથી શહેર બહાર જઈને પ્રભુ તરફ પોતાના હાથ ઊંચા કર્યા એટલે કરા તથા કડાકા બંધ થયા, ને ધોધમાર વરસાદ પણ બંધ થયો.


ખેડેલી જમીન સમતલ કર્યા પછી તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? એ જ રીતે શું તે ઘઉં અને નિયત ભાગમાં જવ ઓરતો નથી? તે ખેતરના છેડામાં ય અન્ય ધાન્ય વાવતો નથી?


પછી તું ઘઉં, જવ, વટાણા, મસૂરની દાળ અને બાજરી લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. ડાબા પડખા પર સૂઈ રહેવાના ત્રણસો નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવાના છે.


Lean sinn:

Sanasan


Sanasan