Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પણ જેમણે પ્રભુનો સંદેશ ગણકાર્યો નહિ તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ખેતરમાં રહેવા દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહિ તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ જેઓએ યહોવાહની વાણીને ધ્યાનમાં લીધી નહિ તેઓએ પોતાના ગુલામોને અને જાનવરોને ખેતરમાં જ રહેવા દીઘાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પણ જેમણે યહોવાના વચનને ધ્યાનમાં લીધાં નહિ તેમણે પોતાના ગુલામોને અને ઢોરોને ખેતરમાં જ રહેવા દીઘાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:21
11 Iomraidhean Croise  

તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.”


જો ઈશ્વર મનમાં ધારે, અને તેમનો આત્મા અને તેમનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે;


માનવી તે કોણ કે તમે તેને આટલું મહત્ત્વ આપો છો? અને તેના પર તમારું ચિત્ત લગાડો છો?


પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,


તેથી ફેરોના જે અમલદારો પ્રભુના સંદેશથી ભયભીત થયા તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ઘેર બોલાવી લીધાં,


પ્રભુએ મોશેને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ ઊંચો કર કે જેથી સમગ્ર ઇજિપ્તમાં માણસો, ઢોર અને ખેતરમાંની સઘળી વનસ્પતિ પર કરા પડે.”


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો.


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


તે મરવા પડી હતી પણ તેની સારવાર કરતી સ્ત્રીઓએ તેને કહ્યું, “હિંમત રાખ, તને પુત્ર જનમ્યો છે.” પણ એ અંગે તેણે ન તો કંઈ ધ્યાન આપ્યું કે ન તો કંઈ જવાબ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan