Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું [રાજ્ય] સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:18
14 Iomraidhean Croise  

ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


હવે મારા અમલદારો તારા રાજમહેલમાં અને તારા અમલદારોનાં ઘરમાં શોધ ચલાવશે અને તેમને મૂલ્યવાન લાગતી બધી વસ્તુઓ લઈ લેશે. આવતી કાલે આ સમયે તેઓ ત્યાં આવશે.”


એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.”


ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે;


ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.


“શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે?


હું તેમને વિપત્તિના સમયો માટે તેમજ આક્રમણ અને યુદ્ધના દિવસ માટે સંઘરી રાખું છું!


તમારી આંધીથી તેમનો પીછો કરો, અને તમારા ભયાનક વાવાઝોડાથી તેમને ભયભીત કરો;


સવાર સુધીમાં તો પૂર્વના પવન સાથે તીડ ચડી આવ્યાં. તીડ આખા ઇજિપ્ત પર ફેલાઈ જઈને સર્વત્ર બેઠાં. અગાઉ કદી આવ્યાં ન હોય અને હવે પછી કદી આવશે નહિ એવાં એ તીડોનાં ટોળેટોળાં હતાં.


તારા મહેલો, તારા બધા અમલદારોનાં ઘર તથા સર્વ ઇજિપ્તીઓનાં ઘર તીડોથી ભરાઈ જશે. તારા પિતૃઓ અથવા તેમના પૂર્વજો આ દેશમાં વસ્યા ત્યારથી અત્યાર સુધી આવું કંઈ તેમણે જોયું નથી.” પછી મોશે ફેરો પાસેથી ચાલ્યો ગયો.


ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે.


હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી.


આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી.


Lean sinn:

Sanasan


Sanasan