Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અત્યાર સુધીમાં તો મારો હાથ લંબાવીને હું તારી ઉપર અને તારી પ્રજા ઉપર એવો રોગચાળો લાવ્યો હોત કે પૃથ્વી પરથી તારો સદંતર નાશ થઈ જાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે અત્યાર સુધીમાં મેં મારા હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જો અત્યાર સુધીમાં મેં, તારા પર અને તારી પ્રજા પર મરકી મોકલીને તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કારણ કે અત્યાર સુધીમાં મેં કયારની, તારા ઉપર અને તારી પ્રજા ઉપર રોગચાળો મોકલી, તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:15
13 Iomraidhean Croise  

વળી, પૃથ્વીના પટ પર તમારા ઇઝરાયલી લોક જેવી અન્ય કોઈ પ્રજા નથી. તેમને તમારા લોક કરી લેવા માટે તમે જાતે તેમને મુક્ત કરવા ગયા. જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા એ તમારા લોકને તમારા દેશમાં વસાવવા તમે તમારી નામના માટે મોટાં અને ભયંકર કૃત્યો કરીને તેમની આગળથી અન્ય દેશજાતિઓ અને તેમના દેવોને હાંકી કાઢયા.


તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો.


તમને મોટા પરાક્રમ તથા બાહુબળથી ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ છું; તમારે મને આધીન રહીને મારી આગળ નમવાનું છે અને મને બલિદાનો ચઢાવવાનાં છે.


તે રાત્રે પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોની ક્તલ કરી. બીજે દિવસે સવારે તો તેઓ સૌ ત્યાં મરેલા પડયા હતા.


પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ.


તેથી હું તેને મારું સામર્થ્ય દેખાડીશ અને તેમની મધ્યે ચમત્કારો કરીને હું ઇજિપ્તને મારીશ. ત્યાર પછી જ તે તમને જવા દેશે.


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


તો તારાં સઘળાં પશુઓ ઉપર, એટલે ઘોડા, ગધેડાં, ઊંટો, ગાયબળદો તથા ઘેટાંબકરાં ઉપર ભયંકર રોગચાળો લાવીને તમને આકરી સજા કરીશ.


બીજે દિવસે પ્રભુએ તે પ્રમાણે કર્યું, અને ઇજિપ્તીઓનાં સર્વ ઢોર મરી ગયાં, પણ ઇઝરાયલીઓનું એક પણ ઢોર મર્યું નહિ.


પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan