Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:15
24 Iomraidhean Croise  

જ્યારે ફેરોને ખબર મળી કે ઇઝરાયલી લોકો નાસી છૂટયા છે ત્યારે તેનું તથા તેના અધિકારીઓનું મન ફરી ગયું અને તેમણે કહ્યું, “આપણે આ શું કર્યું? ઇઝરાયલીઓને જવા દઈને તો આપણે આપણા ગુલામો ગુમાવ્યા!”


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.


લોકોએ તેમના ઢગલા કર્યા અને આખો ઇજિપ્ત દેશ ગંધાઈ ઊઠયો.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારી લાકડી ઉગામીને ધરતીની ધૂળ પર પ્રહાર કર કે આખા ઇજિપ્તમાં જૂઓ થઈ જાય.” તેણે તે પ્રમાણે કર્યું.


ફેરોએ કહ્યું, “હું તમને તમારા પ્રભુ આગળ યજ્ઞ કરવા માટે જવા દઈશ, પણ તમારે બહુ દૂર જવું નહિ. તો હવે મારે માટે વિનંતી કરો.”


મોશેએ જવાબ આપ્યો, “તમારી પાસેથી બહાર ગયા પછી હું તરત જ પ્રભુને વિનંતી કરીશ કે આવતી કાલે તમારી પાસેથી, તમારા અમલદારો પાસેથી અને તમારી પ્રજા પાસેથી માખીઓ દૂર થાય. પણ અમને ફરીથી છેતરીને લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દેવાની મનાઈ ફરમાવશો નહિ.”


છતાં આ વખતે પણ ફેરોએ પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.


ત્યારે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે પ્રભુને વિનંતી કરો કે તે મારી પાસેથી તેમ જ મારી પ્રજા પાસેથી દેડકાં દૂર કરે, અને હું લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દઈશ.”


જેમ કૂતરો પોતે ઓકેલું ખાવા માટે પાછો જાય છે, તેમ જ મૂર્ખ પોતાની મૂર્ખાઈનું પુનરાવર્તન કર્યા કરે છે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


તમે દુષ્ટો પર દયા રાખો છો, છતાં તેઓ કદી સચ્ચાઈથી વર્તવાનું શીખ્યા નથી. અહીં પવિત્ર દેશમાં પણ તેઓ હજી દુષ્ટતા આચરે છે અને પ્રભુના પ્રતાપને લક્ષમાં લેતા નથી.


પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.


પવિત્રશાસ્ત્ર આમ કહે છે: “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો જેમ તમે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો ત્યારે બન્યા તેવા હઠીલા બનશો નહિ.”


“જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો તમારા પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને રણપ્રદેશમાં તે દિવસે તેમની પરીક્ષા કરી તેમ તમે તેમના જેવા હઠીલા બનશો નહિ.


માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો.


ગાયોએ બેથ શેમેશનો ધોરી રસ્તો પકડયો અને રસ્તામાં ક્યાંય ફંટાયા વિના સીધી ત્યાં જવા ઊપડી. તેઓ જતાં જતાં બરાડતી હતી. પલિસ્તીઓના બધા રાજવીઓ છેક બેથ શેમેશની સરહદ સુધી તેની પાછળ ગયા.


તેમણે જવાબ આપ્યો, “જો તમે ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી પાછી મોકલતા હો તો એને એમને એમ ન મોકલશો, પણ તમારા ગુનાને માટે તમારે તેની સાથે તેમને અર્પણ મોકલવાં જોઈએ. તમે એવી રીતે સાજા થશો અને તે શા માટે તમને શિક્ષા કરે છે તેની પણ તમને ખબર પડશે.”


ફેરો અને ઇજિપ્તીઓની માફક તમારે શા માટે હઠીલા બનવું જોઈએ? તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી જવા ન દીધા ત્યાં સુધી પ્રભુએ તેમની કેવી ક્રૂર મશ્કરી કરી એ ભૂલશો નહિ.


પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.”


Lean sinn:

Sanasan


Sanasan