Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:14 - પવિત્ર બાઇબલ C.L.

14 લોકોએ તેમના ઢગલા કર્યા અને આખો ઇજિપ્ત દેશ ગંધાઈ ઊઠયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેઓએ તેમના ઢગલા કર્યા અને દેશમાં દુર્ગંધ ઊડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. પરિણામે તેમનાં ફોહવાઈ જવાને કારણે સમગ્ર દેશમાં દુર્ગંધ પ્રસરી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:14
11 Iomraidhean Croise  

તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ.


બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


ત્યારે નાઇલ નદીમાંનાં બધાં માછલાં મરી ગયાં અને નદીનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું. ઇજિપ્તના રહેવાસીઓ નાઇલ નદીનું પાણી પી શકાયા નહિ. આખા ઇજિપ્ત દેશમાં રક્ત જ રક્ત થઈ રહ્યું.


પ્રભુએ મોશેના કહ્યા પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, વાડાઓમાંનાં અને ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.


પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.


પ્રભુએ એ પ્રમાણે કર્યું. ફેરોના મહેલમાં અને તેના અમલદારોના ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં આવ્યાં અને આખા ઇજિપ્તમાં માખીઓનાં ટોળાંથી ત્રાસ ત્રાસ થઈ ગયો.


જાદુગરો મોશે આગળ ઊભા રહી શકાયા નહિ; કારણ, જાદુગરો તેમ જ સર્વ ઇજિપ્તીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.


સોઆન નગરના અધિકારીઓ મૂર્ખ છે! ઇજિપ્તના ફેરોના જ્ઞાની સલાહકારોની સલાહ મૂર્ખતાભરેલી છે. પોતે જ્ઞાનીઓ અને પ્રાચીનકાળના રાજાઓના વંશજો છે એવું ફેરો આગળ કહેવાની હિમ્મત તેઓ કેમ કરે છે?


પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે.


પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે.


ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan