Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:10
21 Iomraidhean Croise  

હે પ્રભુ પરમેશ્વર, તમે કેવા મહાન છો. તમે એકમાત્ર અને અનન્ય ઈશ્વર છો, અમે જે કંઈ સાંભળ્યું છે તે એ વાતનું સમર્થન આપે છે.


“પ્રભુ, તમારા જેવો બીજો કોઈ હોય એવું સાંભળ્યું નથી; અલબત્ત, તમે જ એકમાત્ર ઈશ્વર છો.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


હે પ્રભુ, અન્ય દેવોમાં તમારા સરખા ઈશ્વર કોઈ નથી. તમારાં કાર્યો જેવાં કાર્યો પણ કોઈનાં નથી.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


મોશેએ ફેરોને કહ્યું, “ભલે, તમારી એવી ઇચ્છા હોય તો તમારે માટે, તમારા અમલદારો માટે અને તમારી પ્રજા માટે હું ક્યારે પ્રભુને વિનંતી કરું કે તમારી પાસેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં નાશ પામે અને માત્ર નાઇલમાં જ દેડકાં રહે?”


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


મોશેએ તેને કહ્યું, “હું જેવો શહેરમાંથી બહાર જઈશ કે તરત જ પ્રભુ તરફ મારા હાથ ઊંચા કરીને વિનંતી કરીશ એટલે કડાકા બંધ થશે અને કરા પડતા અટકી જશે. એનાથી તમે જાણશો કે પૃથ્વી તો પ્રભુની છે.


આવતી કાલ વિષે બડાઈ ન કર; કારણ, એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો?


તેથી પવિત્ર ઈશ્વર કહે છે, “તમે કોની સાથે મારી તુલના કરશો?”


ઘણા વર્ષો પહેલાં જે બન્યું તે યાદ કરો. માત્ર હું જ ઈશ્વર છું; બીજો કોઈ નથી. હું જ ઈશ્વર છું; મારા જેવો બીજો કોઈ નથી.


તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


તમારી નજર સામે જ પ્રભુએ પોતાના પ્રચંડ બાહુબળ વડે આફતો, અજાયબ કાર્યો, ચમત્કારો, યુધ અને ત્રાસદાયક કાર્યો કર્યાં તેમ બીજા કોઈ દેવે કર્યાં છે? એકમાત્ર યાહવે જ ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી એ તમને પૂરવાર કરી આપવા માટે પ્રભુએ એ દર્શાવ્યું છે.


તેથી આજે જાણો અને તમારા મનમાં ઠસાવો કે ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર એકમાત્ર યાહવે ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan