Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યહોવાના કહેવા પ્રમાણે ફારુનનું હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ફારુને તેમ છતાં હઠાગ્રહ છોડયો નહિ અને લોકોને જવાની ના પાડી. અને યહોવાએ કહ્યું હતું તેમ, મૂસા અને હારુનની વાત સાંભળી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:13
24 Iomraidhean Croise  

સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું ફેરો પાસે જા. મેં ફેરો તથા તેના અમલદારોનાં હૃદય હઠીલાં કર્યાં છે, જેથી હું તેઓ મધ્યે મારાં ચિહ્નો દેખાડું.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલીઓને જવા દીધા નહિ.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તેણે તેમને જવા દીધા નહિ.


વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


એટલે કે તેમનામાંના દરેકે પોતાની લાકડી જમીન પર ફેંકી, ને તે સર્પો બની ગઈ; પણ આરોનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોનું હૃદય હઠીલું થયું છે અને તે લોકોને જવા દેવાની ના પાડે છે.


પરંતુ ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્રથી એ પ્રમાણે કર્યું; જેથી પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.


દેડકાં તમારી પાસેથી અને તમારા મહેલમાંથી તેમ જ તમારા અમલદારો અને તમારી પ્રજા પાસેથી જતાં રહેશે અને ફક્ત નાઇલ નદીમાં જ રહેશે.”


પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.


આમ, માણસો અને ઢોરઢાંકને જૂઓનો ત્રાસ થયો. ત્યારે જાદુગરોએ ફેરોને કહ્યું, “આ તો ઈશ્વરનું કામ છે.” તો પણ પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે તેમનું માન્યું નહિ.


ફેરોએ કહ્યું, “હું તમને તમારા પ્રભુ આગળ યજ્ઞ કરવા માટે જવા દઈશ, પણ તમારે બહુ દૂર જવું નહિ. તો હવે મારે માટે વિનંતી કરો.”


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


એમ પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ પોતાનું હૃદય હઠીલું કર્યું અને ઇઝરાયલીઓને જવા દીધા નહિ.


ફેરોએ માણસ મોકલીને તપાસ કરાવી તો ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એકપણ મર્યું નહોતું. છતાં ફેરોનું હૃદય હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ.


ફેરો અને ઇજિપ્તીઓની માફક તમારે શા માટે હઠીલા બનવું જોઈએ? તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી જવા ન દીધા ત્યાં સુધી પ્રભુએ તેમની કેવી ક્રૂર મશ્કરી કરી એ ભૂલશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan