Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી ઇઝરાયલીઓને કહે કે, ‘હું યહોવાહ છું.’ હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એટલા માંટે ઇસ્રાએલના લોકોને કહો કે, ‘હું તેમને કહું છું, હું યહોવા છું. હું તમાંરા લોકોનું રક્ષણ કરીશ. હું તમને લોકોને મિસરીઓની મજૂરીમાંથી છોડાવીશ અને ગુલામીમાંથી મુક્ત કરીશ. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ કરીને મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ પછી હું તમાંરો ઉધ્ધાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:6
46 Iomraidhean Croise  

તમને મોટા પરાક્રમ તથા બાહુબળથી ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ છું; તમારે મને આધીન રહીને મારી આગળ નમવાનું છે અને મને બલિદાનો ચઢાવવાનાં છે.


“તમારા લોક ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા નથી, કે જેમને તમે પોતાના લોક બનાવવા માટે ગુલામીમાંથી મુક્ત કર્યા હોય. ઇઝરાયલી લોકને તો ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને તેઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તમે બીજી પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી; એ માટે તમે કરેલાં મહાન અને આશ્ર્વર્યજનક કાર્યોથી સમસ્ત દુનિયામાં તમારી નામના ફેલાઈ ગઈ છે.


“હે પ્રભુ, આ લોકો તો તમારા સેવકો છે અને તમારી પોતાની પ્રજા છે. તમે જ તમારા સામર્થ્યથી અને તમારા બાહુબળથી તેમને મુક્ત કર્યા છે.


હે ઈશ્વર, પાણી તમને જોઈને સ્તબ્ધ થઈ ગયાં; ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાં.


પરંતુ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારી વાત સ્વીકારી નહિ.


“મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.”


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.


જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં.


પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.


ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા.


આમ, આ વિધિ આપણા હાથ પર ચિહ્ન અને કપાળે લટકાવેલ આભૂષણ જેવો યાદગીરીરૂપ બની રહેશે. પ્રભુ પોતાના મહાન બાહુબળથી આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તેની તે આપણને યાદ અપાવશે.”


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો.


તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે.


હવે ઈશ્વરે મોશે માટે તથા ઇઝરાયલી લોકો માટે જે જે કર્યું હતું તે બધું તથા તેમણે કેવી રીતે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તે બધું મોશેના સસરા, એટલે મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોએ સાંભળ્યું.


મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો.


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?


વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.


જ્યારે હું મારો હાથ લંબાવીને ઇઝરાયલીઓને ઇજિપ્તીઓ મધ્યેથી બહાર કાઢી લાવીશ ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.”


પૂર્વ તરફથી અરામે અને પશ્ર્વિમ તરફથી પલિસ્તીઓએ ઇઝરાયલને ગળી જવા પોતાનું મોં ઉઘાડયું છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે.


હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.


મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું.


અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો વડે અમારા શત્રુઓમાં આતંક ફેલાવીને તમે તમારા બળવાન હાથના પ્રહારથી તેમજ તમારો હાથ લંબાવીને તમે ઇઝરાયલ લોકોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા.


વળી, પ્રભુ તેમનાં કાર્યો દ્વારા તમને જે પાઠ શીખવવા માગતા હતા તે લક્ષમાં લો. કારણ, તમારા સંતાનોએ નહિ, પણ તમે પોતે બધું જોયું અને જાણ્યું છે. પ્રભુની મહત્તા તેમજ પોતાનો ભૂજ લંબાવીને પ્રચંડ બાહુબળથી તેમણે તમારો છુટકારો કર્યો તે તમે જોયાં છે.


યાદ રાખો કે તમે પણ એક વેળાએ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને મુક્ત કર્યા હતા; અને એટલે જ હું તમને આજે આ આજ્ઞા આપું છું.


પ્રભુએ પોતાનો હાથ લંબાવીને તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, અને તે માટે તેમણે ભારે આતંકજન્ય અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા.


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે.


ત્યારે ઇજિપ્ત દેશની ગુલામીમાંથી તમને મુક્ત કરનાર તમારા ઈશ્વર પ્રભુને તમે વીસરી ન જાઓ એ માટે કાળજી રાખજો.


તેમણે તેમના પર ઉતારેલી ભયાનક આફતો જે તમે તમારી નજરોનજર જોઈ હતી તે યાદ રાખવી; અને ચમત્કારો, અજાયબ કાર્યો અને પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પોતાના પ્રચંડ બાહુબળથી તમને મુક્ત કર્યા તે પણ યાદ રાખો. જે બધી પ્રજાઓથી તમે ડરો છો તેમનો તે જ પ્રમાણે ઈશ્વર નાશ કરશે.


પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.


છતાં આ તો તમારા પોતાના લોક તથા તમારો વારસો છે કે જેમને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારો હાથ લંબાવીને મુક્ત કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan