Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:26 - પવિત્ર બાઇબલ C.L.

26 આ જ આરોન અને મોશેને પ્રભુએ ઇઝરાયલીઓને તેમનાં કુળો પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા જણાવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે મૂસાને તથા હારુનને યહોવાએ કહ્યું “ઇઝરાયલીઓને તેઓનાં સૈન્ય પ્રમાણે મિસર દેશમાંથી કાઢી લાવ, ” તેઓ એ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, “ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:26
23 Iomraidhean Croise  

આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું.


આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા.


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.


જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં.


પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.


તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”


પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.”


આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યાં અને યોખેબેદને આરોન અને મોશે જન્મ્યા. આમ્રામ 137 વર્ષ જીવ્યો.


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.


મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં.


મોશે અને આરોનની આગેવાની નીચે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇઝરાયલીઓએ તેમની મુસાફરીમાં જે જે ઠેકાણે પડાવ નાખ્યો તેની યાદી નીચે મુજબ છે.


પછી મેં મોશે તથા આરોનને મોકલ્યા અને ઇજિપ્ત પર હું મોટી આફત લાવ્યો, પણ તમને તો હું બહાર કાઢી લાવ્યો.


શમુએલે વિશેષમાં કહ્યું, “મોશે અને આરોનને પસંદ કરનાર અને તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવનાર તો પ્રભુ જ છે.


યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan