Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:23 - પવિત્ર બાઇબલ C.L.

23 આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હારુનના વિવાહ આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયા. અને અલીશેબાને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર અવતર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:23
19 Iomraidhean Croise  

રામથી યિશાઈ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: રામ, આમ્મીનાદાબ, નાહશોન (તે યહૂદાના કુળનો અધિપતિ હતો).


આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.


“પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.


આરોન અને તેના પુત્ર એલાઝારને લઈને તું હોર પર્વત પર જા.


મોશેએ આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લીધાં અને તે તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર ઉપર આરોન મૃત્યુ પામ્યો, અને મોશે તથા એલાઝાર પર્વત પરથી પાછા આવ્યા.


રામ આમ્મીનાદાબનો પિતા હતો અને આમ્મીનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન શાલ્મોનનો પિતા હતો.


હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો તે વખતે ઝખાર્યા નામે એક યજ્ઞકાર હતો; તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલીસાબેત હતું; તે પણ આરોનવંશની હતી.


આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan