Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે જ દિવસે ફેરોએ લોકોના ઇજિપ્તી મુકાદમો અને ઇઝરાયલી ઉપરીઓને આજ્ઞા આપી:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ફારુને તે જ દિવસે લોકોના મુકાદમોને તથા તેઓના ઉપરીઓને હુકમ કર્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બરાબર તે જ દિવસે ફારુને ઇસ્રાએલના લોકો પાસે સખત કામ લેવાનો આદેશ મુકાદમોને આપ્યો. અને ઇસ્રાએલના મુખીઓને હુકમ કર્યો કે,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:6
14 Iomraidhean Croise  

ઉઝિયા પાસે તાલીમબદ્ધ અને સુસજ્જ સૈન્ય હતું. એ સૈન્ય રાજાના સેનાપતિ હનાન્યાના નિયંત્રણ હેઠળ હતું. રાજાના મંત્રીઓ યેઇએલ અને માસેઆ તેમની ટુકડીવાર નોંધ રાખતા.


તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


તેથી લોકોના ઇજિપ્તી મુકાદમો તથા ઇઝરાયલી ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફેરો આ પ્રમાણે કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ.


દરરોજ પાડવાની ઈંટોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાનો નથી એવું કહેવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી ઉપરીઓને ખબર પડી કે તેઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે.


“તમારે લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા પરાળ આપવું નહિ; તેઓ જાતે જઈને પોતાને માટે પરાળ એકઠું કરી લાવે.


નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે.


પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે.


તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા.


અને ઇસ્હાકને મેં યાકોબ અને એસાવ આપ્યા. મેં એસાવને તેના વસવાટ માટે અદોમનો પહાડીપ્રદેશ આપ્યો, પણ તમારો પૂર્વજ યાકોબ અને તેના વંશજો તો ઇજિપ્તમાં ગયા.


સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્‍ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan