Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓએ કહ્યું, “હિબ્રુઓના ઈશ્વરનો અમને મેળાપ થયો છે. અમારા ઈશ્વર યહોવાને માટે યજ્ઞ કરવા માટે ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દો. રખેને તે મરકી કે તરવારરૂપે અમારા ઉપર આવી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તલવારરૂપી આફત આવી પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:3
12 Iomraidhean Croise  

એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.


તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય.


આકાશના ઈશ્વરના મંદિર માટે તે જે માગે તે ખંતથી આપવું, જેથી મારા રાજ્ય પર કે મારા વંશજો પર તેમનો કોપ ઊતરે નહિ.


“તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’


તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોની પાસે જઈને તેને કહે કે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.


અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.”


પ્રભુ પરમેશ્વર કહે છે, “તારો હાથ ઝાટકી નાખ, તારો પગ પછાડ અને નિસાસા નાખ; કારણ, ઇઝરાયલી લોકોએ ધૃણિત દુષ્કર્મો કર્યાં છે. પરિણામે, તેઓ યુદ્ધથી, દુષ્કાળથી અને રોગચાળાથી માર્યા જશે.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan