Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:22 - પવિત્ર બાઇબલ C.L.

22 ત્યારે મોશેએ પ્રભુ પાસે જઈને તેમને કહ્યું, “હે પ્રભુ, તમે શા માટે લોકોની આવી દુર્દશા કરી છે? તમે શા માટે મને મોકલ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ત્યારે મૂસા યહોવા પાસે પાછો ગયો, ને તેણે કહ્યું, “હે યહોવા, તમે શા માટે આ લોકોના ભૂંડા હાલ કર્યા છે? તમે શા માટે મને મોકલ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે પ્રભુ યહોવાહ, તમે આ લોકોની આવી ખરાબ હાલત શા માટે કરી? વળી તમે મને શા માટે મોકલ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું, “હે યહોવા, તમે આ લોકોના આવા ભૂંડા હાલ શા માંટે કર્યા? વળી તમે મને જ શા માંટે મોકલ્યો?

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:22
12 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


તમારા સિવાય સ્વર્ગમાં મારું કોણ છે? અને પૃથ્વી પર મને બીજા કોઈની ઝંખના નથી.


મોશેએ પ્રભુને આગ્રહથી પ્રાર્થના કરીને કહ્યું, “આ લોકો માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી ઉપર છે.”


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


ત્યારે મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને પૂરેપૂરાં છેતર્યાં છે. તમે તો કહ્યું હતું કે ‘શાંતિ થશે’, પરંતુ એને બદલે, તેમના ગળા પર તલવાર ઝઝૂમે છે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


તેણે પ્રભુને કહ્યું, “તમે તમારા આ સેવકને દુ:ખી કેમ કર્યો છે?” મારા પર તમારી કૃપાદૃષ્ટિ કેમ નથી? આ બધા લોકોની જવાબદારી મને કેમ સોંપી છે?


યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત!


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan