Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવાહ ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:21
19 Iomraidhean Croise  

સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.”


અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા.


ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.


તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે?


ત્યારે લોકોએ મોશે વિરુદ્ધ કચકચ કરતાં કહ્યું, “અમે શું પીએ?”


અહીં રણપ્રદેશમાં સર્વ ઇઝરાયલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


તેઓ ફેરો પાસેથી પાછા આવતા હતા ત્યારે તેમની રાહ જોઈ રહેલા મોશે અને આરોન તેમને મળ્યા.


મોશેએ એ બધું ઇઝરાયલીઓને કહ્યું, પણ નિર્દય ગુલામીને લીધે તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેથી તેમણે તેનું સાંભળ્યું નહિ.


મરેલી માખીઓ અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેમ થોડી મૂર્ખાઈ જ્ઞાન અને સન્માનને દબાવી દે છે.


ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે.


ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ.


શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan