Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પરંતુ ફારુને કહ્યું, “યહોવાહ તે વળી કોણ છે કે હું તેની સૂચના માનીને ઇઝરાયલીઓને જવા દઉં? તમે જેને ઈશ્વર માનો છો, તેને હું ઓળખતો નથી, વળી હું ઇઝરાયલીઓને જવા દેવાની પણ ના પાડું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પરંતુ ફારુને કહ્યું, “યહોવા વળી કોણ છે? હું શા માંટે તેના આદેશ માંનું? શા માંટે હું ઇસ્રાએલીઓને જવા દઉં? તમે જેને યહોવા કહો છો, તેને હું ઓળખતો નથી, તેથી હું ઇસ્રાએલીઓને જવા દેવાની ના પાડું છું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:2
25 Iomraidhean Croise  

આ બધા દેશોના કોઈપણ દેવે અમારા સમ્રાટના હાથમાંથી ક્યારેય કોઈ દેશને છોડાવ્યો છે? તો પછી પ્રભુ યરુશાલેમને બચાવશે એવું તમે કેમ માનો છો?”


આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા?


હિઝકિયા તમને છેતરી ન જાય કે ગેરમાર્ગે દોરી ન જાય. તેનું માનતા નહિ. આશ્શૂરના સમ્રાટથી કોઈ પ્રજા કે દેશનો દેવ તેની પ્રજાને બચાવી શક્યો નથી, તો તમારો ઈશ્વર તમને ક્યાંથી બચાવવાનો છે?”


યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા.


તમે ફેરો રાજા, તેના અધિકારીઓ તથા તેના દેશના લોકો આગળ અદ્‍ભુત ચમત્કારો કર્યા; કારણ, તેમણે તમારા લોક પર કરેલો અત્યાચાર તમે જાણતા હતા. એ રીતે, જેમ આજે છે તેમ ત્યારે પણ તમે તમારી કીર્તિ ગજાવી હતી.


કારણ, એણે ઈશ્વરની સામે હાથ ઉપાડયો છે; એણે સર્વસમર્થ ઈશ્વરને પડકાર્યા છે.


તે અક્કડ ગરદનનો થયો છે; તે ઈશ્વરની સામે ધસે છે. તે પોતાનું મોં ફૂલાવીને અને કમર કાસીને, તથા પોતાની ખીલાદાર ઢાલ લઈને સામનો કરે છે.


સર્વસમર્થ વળી કોણ છે કે અમે તેમની સેવા કરીએ, અને તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ?’


અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી.


તેઓ કહે છે, “અમે અમારી જીભથી જીતીશું; અમને અમારા હોઠોનો સાથ છે, પછી અમારા પર ધણીપણું કરનાર કોણ?”


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.


હું જાણું છું કે મારું બાહુબળ બતાવ્યા વિના ઇજિપ્તનો રાજા તમને જવા નહિ દે.


તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.


નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું.


પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ,


પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


છેવટે, નાબાલે જવાબ આપ્યો, “દાવિદ કોણ? એ યિશાઈનો પુત્ર વળી કોણ છે? એના વિષે કદી સાંભળ્યું નથી. અત્યારે તો દેશમાં પોતાના માલિકથી નાસતા ફરતા ગુલામો ઘણા છે.


Lean sinn:

Sanasan


Sanasan