Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી મૂસા તથા હારુને આવીને ફારુનને કહ્યું, “યહોવા ઇઝરાયલના ઈશ્વર એમ કહે છે, ‘મારા લોકને અરણ્યમાં મારે કાજે પર્વ પાળવા માટે જવા દે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુને મિસરના રાજા ફારુન પાસે આવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, ‘મારા લોકોને મારે માટે પર્વ પાળવા સારુ અરણ્યમાં જવા દે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. તેઓએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવા કહે છે, ‘માંરા લોકોને માંરા માંનમાં ઉત્સવ ઊજવવા રણમાં જવા દે.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 5:1
26 Iomraidhean Croise  

એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.


હું રાજાઓ સમક્ષ તમારાં સાક્ષ્યવચનો પ્રસિદ્ધ કરીશ, અને હું શરમાઈશ નહિ.


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


જો તું મારા લોકોને જવા દેવાની ના પાડીશ, તો આવતી કાલે હું તારા દેશ પર તીડ મોકલીશ.


મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.”


“તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’


તો તમારી યોજના મને જણાવો; જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્‍ન કરું. વળી, આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે તે વાત પણ લક્ષમાં રાખજો.”


અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.”


“તું જઈને ઇજિપ્તના રાજા ફેરોને કહે કે તે ઇઝરાયલી લોકોને તેના દેશમાંથી જવા દે.”


ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા ફેરોની સાથે વાત કરનાર આ જ મોશે તથા આરોન હતા.


તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી.


હું તને જે આજ્ઞા આપું તે બધું તારે તારા ભાઈ આરોનને કહેવું. આરોન ફેરોને કહેશે, ‘તમે ઇઝરાયલીઓને તમારા દેશમાંથી જવા દો.’


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોની પાસે જઈને તેને કહે કે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારી લાકડી ઉગામીને ધરતીની ધૂળ પર પ્રહાર કર કે આખા ઇજિપ્તમાં જૂઓ થઈ જાય.” તેણે તે પ્રમાણે કર્યું.


આરોને હાથમાં લાકડી લઈને ધરતીની ધૂળ પર પ્રહાર કર્યો એટલે આખા ઇજિપ્તની બધી જ ધૂળ જૂ બની ગઈ અને માણસો અને ઢોરઢાંકને જૂઓ પડી.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.


અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.”


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો પાસે જઈને તેને કહે, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે અને તેમને હજી પણ રોકી રાખશે,


સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


હવે, ઓ પ્રભુ, તેમણે આપેલી ધમકીઓ તમે ધ્યાનમાં લો, અને અમે તમારા સેવકો, તમારો સંદેશ વધુ હિંમતથી કહી શકીએ એવું થવા દો.


તેથી આપણે પાપ અને દુષ્ટતાના જૂના ખમીરવાળી રોટલીથી નહિ, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની ઉજવણી કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan