Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:33 - પવિત્ર બાઇબલ C.L.

33 મોશેએ મંડપની આસપાસ આંગણું બનાવ્યું અને તેમાં વેદી મૂકી તથા આંગણાના પ્રવેશદ્વાર પર પડદો લટકાવ્યો. એમ તેણે બધું કામ પૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું, ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડયો. એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:33
21 Iomraidhean Croise  

એમ શલોમોને મંદિરનું બાંધકામ પૂરું કર્યું.


એમ શલોમોન રાજાએ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. તેણે ગંધતરુના પાટડા અને પાટિયાંની છત બનાવી.


મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી.


પછી આસપાસનું આંગણું તૈયાર કરીને તેના પ્રવેશદ્વાર પર પડદો લટકાવજે.


તેમણે કહ્યું, “ઝરુબ્બાબેલે મંદિરનો પાયો નાખ્યો છે અને તેને જ હાથે બાંધક્મ પૂર્ણ થશે. એવું બને ત્યારે મારા લોકો જાણશે કે મેં તને મોકલ્યો છે.


તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે.


તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછયું, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તેથી અંદરોઅંદર ચર્ચા શા માટે કરો છો?


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


જે કાર્ય તમે મને સોંપ્યું હતું, તે પૂરું કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે.


ઈસુએ કહ્યું, “જેમણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને જે ક્મ તેમણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે.


ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે.


ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે: પ્રથમ પ્રેષિતો, બીજી હરોળમાં સંદેશવાહકો, ત્રીજી હરોળમાં શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટર્ક્તાઓ અને અન્ય ભાષાઓ બોલનારાઓ.


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan