Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:16 - પવિત્ર બાઇબલ C.L.

16 મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ પ્રમાણે મૂસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:16
19 Iomraidhean Croise  

અને નૂહે બધું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું.


પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.”


મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


તેથી હું યુફ્રેટિસ નદીએ ગયો અને તેને પ્રભુની આજ્ઞા પ્રમાણે સંતાડી દીધું.


પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું.


પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ સિનાઈના રણપ્રદેશમાં તેમની વસતીગણતરી કરી.


જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહે, પછી એ બે દિવસ હોય, મહિનો હોય કે તેથી વધુ સમય હોય; ત્યાં સુધી ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા નહિ. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા.


ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો,


Lean sinn:

Sanasan


Sanasan