Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે, તેઓ યાજકપદમાં મારી સેવા કરે. અને તેઓનો અભિષેક વંશપરંપરા તેઓને સદાના યાજકપદને માટે થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેમના પિતાની જેમ તમને પણ અભિષેક કરી યાજકપદે દીક્ષિત કરજે. તેમનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માંટે યાજકો બનશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:15
15 Iomraidhean Croise  

પ્રભુએ શપથ લઈને કહ્યું છે, અને તે પોતાનું મન બદલશે નહિ; “મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તું મારો સનાતન યજ્ઞકાર છે.”


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.


તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે.


ઇઝરાયલીઓને કહે કે અભિષેક કરવાનું આ પવિત્ર તેલ પેઢી દરપેઢી મારી સેવામાં વાપરવું.


જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


તેના પુત્રોને લાવીને તેમના ડગલા પહેરાવ.


મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


તેથી તેણે કહ્યું, “એ તો આખી પૃથ્વીના પ્રભુએ તેમની સેવાને માટે પસંદ કરી અભિષિક્ત કરેલા બે માણસો છે.”


કારણ, પોતાના ઈશ્વર પ્રત્યેના આવેશને લીધે તેણે અન્ય દેવની પૂજા સાંખી લીધી નહિ અને ઇઝરાયલી લોકોના પાપનું પ્રાયશ્ર્વિત કર્યું છે.”


મેલ્ખીસેદેકનાં માતાપિતા કે તેના કોઈપણ પૂર્વજની કોઈ નોંધ મળતી નથી. વળી, તેના જન્મ કે મરણ સંબંધી પણ કોઈ નોંધ નથી. તે ઈશ્વરપુત્ર જેવો છે; યજ્ઞકાર તરીકે તે સર્વકાળ રહે છે.


આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી.


Lean sinn:

Sanasan


Sanasan