Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યજ્ઞકારનાં વસ્ત્રો પહેરાવીને આરોનનો અભિષેક કર અને એ રીતે તેનું સમર્પણ કર; જેથી તે યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તું હારુનને પવિત્ર વસ્‍ત્રો પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે, તે યાજકપદમાં મારી સેવા બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:13
13 Iomraidhean Croise  

આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.


પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.


તેના પુત્રોને લાવીને તેમના ડગલા પહેરાવ.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


જે દિવસે આરોન અને તેના પુત્રોનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે પ્રભુને ચડાવેલા અર્પણોમાંથી એ દાપુ તેમને આપ્યું.


જે દિવસે તેમનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને આ દાપુ આપવા પ્રભુએ ઇઝરાયલીઓને આજ્ઞા કરી. ઇઝરાયલીઓએ વંશપરંપરા આ નિયમ કાયમને માટે પાળવાનો છે.”


પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan