Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યારે મોશેએ જવાબ આપ્યો, “પણ તેઓ મારું કહેવું માને જ નહિ અને મારી વાણી સાંભળે જ નહિ અને એમ કહે કે, ‘પ્રભુએ તને દર્શન દીધું જ નથી’ તો મારે શું કરવું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, ‘યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:1
14 Iomraidhean Croise  

ઈશ્વરભક્તે ચિહ્ન આપતાં કહ્યું, “પ્રભુએ તે માટે આ આશ્ર્વર્યચિહ્ન દર્શાવ્યું છે: આ વેદી ભાંગી જશે અને તેના પરની રાખ વેરાઈ જશે.”


તેણે કહ્યુ, “કોણે તને અમારા પર શાસક કે ન્યાયાધીશ બનાવ્યો છે? તેં જેમ પેલા ઇજિપ્તીને મારી નાખ્યો તેમ તું મને પણ મારી નાખવા માગે છે?” તેથી મોશે ગભરાઈ ગયો. તે બોલ્યો, “ચોક્કસ આ વાતની બધે ખબર પડી ગઈ છે.”


તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.


“તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.


“તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’


પણ મોશેએ પ્રભુને કહ્યું, “હે પ્રભુ, ભૂતકાળમાં તેમ જ તમે તમારા સેવક સાથે વાત કર્યા પછી પણ, હું તો સારો વક્તા નથી; હું તો બોલવે ધીમો છું અને બોલતાં અચકાઉં છું.”


પ્રભુએ મોશેને કહેલી સર્વ વાતો આરોને તેમને કહી સંભળાવી, તથા લોકો આગળ સર્વ ચમત્કારો કરી બતાવ્યા.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


પણ મોશેએ પ્રભુને કહ્યું, “જ્યારે ઇઝરાયલી લોકોએ જ મારું ન સાંભળ્યું તો પછી ફેરો મારું કેવી રીતે સાંભળશે? હું તો બોલવે ધીમો છું.”


પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “જુઓ, હું તો બોલવે ધીમો છું. ફેરો મારું કેવી રીતે સાંભળશે?”


મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.”


પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.


તેણે વિચાર્યું કે આનાથી તેના પોતાના લોકો સમજશે કે તેમને મુક્ત કરવા માટે ઈશ્વર તેનો ઉપયોગ કરશે.


ગિદિયોને જવાબ આપ્યો, “જો તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમે પોતે પ્રભુ છો એની કોઈક સાબિતી આપો.


Lean sinn:

Sanasan


Sanasan